Loading Events

« All Events

  • This event has passed.

Join us to celebrate the reopening of ShriHari Mandir

12th November 2020 8:00 am - 8:00 pm

જય શ્રીકૃષ્ણ
આપ સર્વે દર્શનાર્થીઓ માટે જ્યારે શ્રીહરિ મંદિરના કપાટ ફરીથી ઉદ્ઘાટિત થઈ રહ્યા છે ત્યારે આ કોવિડ-૧૯ના સમયમાં આપણે સાવધાનીપૂર્વક શ્રીહરિ ભગવાનના દર્શનનો લાભ અવશ્ય લઈશું.

માનનીય પ્રધાનમંત્રી શ્રીમોદીજીએ કહ્યું છે એમ, ‘जब तक दवाई नहीं तब तक ढिलाई नहीं’. આથી શ્રીહરિમંદિરમાં દર્શન કરવા આપ આવો ત્યારે આપેલા આ તમામ નિયમોનું પાલન આપણે સૌએ કરવાનું છે અને કરાવવાનું છે.
૧. પોતાના મોઢા પર માસ્ક લગાવવું અનિવાર્ય છે.
૨. બે વ્યક્તિઓ વચ્ચે ૬ ફૂટનું અંતર રાખવું.
૩. મુખ્ય દ્વાર પર પોતાના હાથ સેનેટાઈઝ કરી, થર્મલ-સ્ક્રીનીંગ બાદ જ પ્રવેશ કરવો.
૪. પ્રવેશ કરવા માટે અને બહાર જવા માટે સૂચિત દરવાજાઓનો ઉપયોગ કરવો.
૫. મંદિરની દિવાલો, સીડી, રેલિંગ કે અન્ય વસ્તુઓનો સ્પર્શ ન કરવો.
૬. સરકારનાશ્રીના નિયમ પ્રમાણે ૧૦-વર્ષથી ઓછી ઉંમના બાળકો, ૬૫-વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, સગર્ભા મહિલાઓ અને ચેપીરોગોથી પીડિત લોકો માટે મંદિરમાં પ્રવેશ નિષેધ છે.
૭. આરોગ્ય સેતુ એપનો ઉપયોગ અવશ્ય કરવો.
૮. દર્શનાર્થીઓ માટે બગીચામાં જવાની મનાઈ છે.
૯. મંદિરની અંદર બેસવું અને પ્રદક્ષિણા માર્ગમાં જવું વર્જિત છે.

આપણે સૌ પૂરી સાવધાની રાખી અને નિયમોનું પાલન કરીને શ્રીહરિ દર્શનનો આનંદ લઈએ.

જય શ્રીકૃષ્ણ

Details

  • Date: 12th November 2020
  • Time:
    8:00 am - 8:00 pm

Organiser

Venue