Loading Events

« All Events

  • This event has passed.

ShriHari Mandir Now Reopening For All Devotees

21st June 2021

૨૧મી જૂનથી નિર્જળા એકાદશીના પાવન દિવસે શ્રીહરિ મંદિર દર્શનાર્થીઓ માટે ફરીથી ખૂલશે

પોરબંદરમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા સંસ્થાપિત શ્રી સાંદીપનિ વિદ્યાનિકેતનમાં આવેલ શ્રીહરિમંદિર તા.૨૧/૦૬/૨૦૨૧, સોમવારના રોજ નિર્જળા એકાદશીના પાવન દિવસે દર્શનાર્થીઓ માટે ખુલી રહ્યું છે. કોવિડ૧૯ના સમયમાં દરેક દર્શનાર્થીઓને સાવધાની રાખીને અને નિયમનું પાલન કરીને શ્રીહરિમંદિર આવવાનું જણાવવામાં આવે છે.

કોવિડ-૧૯ની મહામારીની બીજી લહેરને કારણે ગત એપ્રિલ મહિનામાં શ્રીહરિ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે શ્રીહરિ મંદિર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ વર્તમાન સમયમાં કોવિડ-૧૯ના કેસોમાં રાહત થતાં અને સરકારશ્રી દ્વારા પણ કોવિડ ગાઈડલાઇન મુજબ ધાર્મિક સ્થાનોને પુન: ખોલવાની સંમતિ આપવામાં આવી છે. આ અનુસંધાને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા દર્શનાર્થીઓ માટે શ્રીહરિમંદિર ખોલવાનો નિર્ણય લેવામાં આવેલ છે. દર્શનાર્થીઓ માટેનો સમય સવારથી ૭:૩૦ થી બપોરે ૧:૦૦ સુધી અને સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી રહેશે.

આંબા મનોરથ
તા.૨૧/૦૬/૨૦૨૧, સોમવારના રોજ દર્શનાર્થીઓ માટે શ્રીહરિમંદિર ફરીથી ઉદ્ઘાટિત થઈ રહ્યું છે ત્યારે એ સાથે-સાથે પ્રતિવર્ષ અનુસાર આ વર્ષે પણ નિર્જળા એકાદશીના પરમ પાવન દિવસે પૂજ્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં શ્રીહરિ મંદિરમાં આંબા મનોરથ ઉત્સવ દર્શન થશે. જેના દર્શનનો સમય સવારથી ૭:૩૦ થી બપોરે ૧:૦૦ સુધી અને સાંજે ૪:૩૦ થી ૬:૩૦ સુધી રહેશે. તેમજ બપોરે ૧૨:૩૦ વાગ્યે ઉત્સવ આરતી સંપન્ન થશે.

આપ સૌ દર્શનાર્થીઓને સરકારશ્રીની કોવિડ ગાઈડલાઇન અને નિયમોના પાલન સાથે મનોરથના દર્શન કરવાનું જણાવવામાં આવે છે.

Details

Date:
21st June 2021