Sandipani Medical Camps – February 2024
સાંદીપનિ વિદ્યાનિકેતનમાં તા.૧૪મી ફેબ્રુઆરી થી તા.૧૬મી ફેબ્રુઆરી-૨૦૨૪ દરમ્યાન આયોજિત શ્રીહરિ મંદિર પાટોત્સવ-૨૦૨૪ના પ્રસંગે પરમ પૂજ્ય ભાઈશ્રી શ્રીરમેશભાઈ ઓઝાના પાવન સાન્નિધ્યમાં માનવસેવાના યજ્ઞસમાન કુલ ત્રણ મેડિકલ કેમ્પનું આયોજન થયેલ હતું. જેમાં અનેક દર્દીઓએ લાભ લીધો હતો.
૧) દિવ્યાંગ સાધન સહાય કેમ્પ (કૃત્રિમ હાથ પગ સાથે):- હરિઓમ સ્માઈલ વડોદરા ના સૌજન્યથી હરિકૃષ્ણ ફાઉન્ડેશન દ્વારા તારીખ ૧૪ થી તારીખ ૧૭ ફેબ્રુઆરી સુધી યોજાયેલ આ કેમ્પમાં કુલ ૭૭ લાભાર્થીઓને તપાસવામાં આવેલ તે પૈકી ૨૭ ને પગ, ૩ ને હાથ, ૩૧ ને કેલીપર્સ, ૮ ને ઘોડી, ૩ ને વીલ ચેર અને ૧ ને વોકર આપવામાં આવશે. આ કેમ્પમાં ખાસ કરીને પાટોત્સવના મુખ્ય મનોરથી શ્રી ચંપાલાલ પુરુષોત્તમ કાંકાણી પરિવાર(હૈદરાબાદ) તથા દિવ્યાંગ કેમ્પના મનોરથીના પ્રતિનિધિ તરીકે શ્રી વિકાસભાઈ ગોયલજી, વડોદરા અને હરિકૃષ્ણ ફાઉન્ડેશનના શ્રી રવિભાઈ આત્મારામભાઇ સોની, બાલોતરા, રાજસ્થાનનો ખુબ સહયોગ પ્રાપ્ત થયેલ હતો.
૨) યુરોલોજી કેમ્પ (કિડની ને લગતા દર્દોનો કેમ્પ):- એશિયાની પ્રખ્યાત મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ, નડિયાદ ના નિષ્ણાંત તબીબો દ્વારા તારીખ ૧૫ ફેબ્રુઆરીના રોજ લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાયેલ આ કેમ્પમાં કુલ ૯૨ લાભાર્થીઓને તપાસવામાં આવ્યા આ પૈકી ૪૫ ને મેડિસિન (દવા), ૨૫ ના સોનોગ્રાફી, ૨૦ ની લેબોરેટરી તપાસ અને ૪ ના ઇ.સી.જી. કરવામાં આવેલ હતા.
૩) દંત યજ્ઞ:- લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક રાજકોટ ના જાલંધર બંધ યોગ પદ્ધતિના નિષ્ણાંત દંતવૈદ્ય શ્રી હર્ષદભાઈ જોશી, દંતવૈદ્ય આદરણીયા સરોજબેન જોશી અને તેમની ટીમ દ્વારા તારીખ ૧૪ થી ૧૬ ફેબ્રુઆરી સુધી સાંદિપની વિદ્યાનિકેતન ખાતે યોજાયેલ દંત યજ્ઞમાં કુલ ૧૩૧ લાભાર્થીઓને તપાસવામાં આવેલ તે પૈકી ૧૦૩ ના ટુથ એક્સટ્રેક્શન પણ કરવામાં આવેલ. આ કેમ્પ દરમિયાન વ્યસનમુક્તિ અંગે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવેલ હતી.
કેમ્પના કો-ઓર્ડીનેટર ડો. સુરેશભાઈ ગાંધી અને ડો.ભરતભાઈ ગઢવી દ્વારા તમામ કેમ્પનું ખૂબ સારી રીતે આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સાંદીપનિના અધ્યાપક શ્રી નંદલાલભાઈ પાઠક તથા શ્રી દેવજીભાઈ ઓડેદરા તેમજ ઋષિકુમારો દ્વારા ખૂબ જ ઉમદા સેવા આપવામાં આવી હતી.